Sunday, May 5, 2024

મોરબીના ભાડેસિયા પરિવાર દ્વારા આયોજીત લગ્નપ્રસંગે અનોખો સેવાયજ્ઞ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભાડેસિયા પરીવારની પુત્રીના લગ્નપ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં એકત્ર થયેલ ધનરાસી સેવા ભારતીમાં અર્પણ.

મોરબીનો ભાડેસિયા પરિવાર સેવાકાર્યો માટે જાણીતો છે, રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલકજી મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે અનેક દર્દીઓની સેવા સુસુશ્રાની સાથે સાથે આર.એસ.એસ.ના માધ્યમથી રાષ્ટ્રસેવા કરી રહ્યા છે ત્યારે ભાડેસિયા પરિવારની પુત્રી પરિણીયના બંધનમાં બંધાવાના હોય આ પવિત્ર પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં ભાડેસિયા પરિવારે ભારતમાતાની તસ્વીર સાથે સમર્પણ કુંભનું સ્થાપન કરવામાં આવ્યું અને સગા વ્હાલા, સ્નેહીજનો દ્વારા દિકરીને આપવામાં આવતા ચાંદલાની રકમ આ સમર્પણ કુંભમાં પધરાવવામાં આવી.અને આ એકત્ર થયેલ ધનરાશી ગુજરાત સેવા ભારતીના સેવાકાર્ય માટે સમર્પિત કરેલ છે,તેમજ હાલ લગ્નપ્રસંગે યોજાતા ભોજન સમારંભમાં ભોજનનો બગાડ ખુબજ થાય છે અને ભોજન સમારંભમાં છાસના ગ્લાસમાં મીઠાઈમાં,પાણીના ગ્લાસ વગેરેમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરીને પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવે છે ત્યારે ભાડેસિયા પરિવાર દ્વારા આયોજિત આ ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો,છાસ અને પાણી કાચના અને સ્ટીલના ગ્લાસમાં પુરા પાડવામાં આવ્યા હતા.આમ ભાડેસિયા પરિવારે લગ્નનના શુભ અવસર સાથે સેવાકાર્યને જોડીને સ્તુત્ય પગલું પુરું પાડ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર