મોરબીના મકનસર ગામે સિરામિક ફેકટરીમાં કોલસો દળવાના મશીને યુવાનનો ભોગ લીધો
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ મિલેનિયમ ટાઈલ્સ નામના સિરામિક કારખાનામાં કોલસો દળવાનું મશીન રીપેર કરતી વખતે અચાનક ચાલુ થઈ જતા ઈજા પહોંચતા સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુજીત સુદામાસિંહ રાજપુત ઉ.વ. ૨૦ વાળા ગઇ તા. ૨૪/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રે ૦૧/૩૦ વાગ્યાની આસપાસ મિલેનિયમ ટાઇલ્સ નામના સિરામિક કારખાનામા કોલસો દળવાનુ મશીન રીપેરીંગ કરતા હતા ત્યારે અચાનક મશીન ચાલુ થઇ જતા જમણા હાથ તથા પગમા ઇજા થતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે લઇ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રાજકોટ ખાતે દાખલ કરતા યુવકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.