Saturday, April 27, 2024

મોરબીના મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી જિલ્લાના વિધાનસભાના ૯૦૫ મતદાન મથકો ઉપર અંદાજીત ૫,૪૦૦ કર્મચારીઓ ફરજ પર તૈનાત

મોરબી: મોરબી જિલ્લામાં આવતી કાલે ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૯૦૫ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો સહિત અંદાજીત ૫૪૦૦ જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ સંપૂર્ણ તૈયારીઓ સાથે ડીસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક(બુથ) પર જવા રવાના થયા હતા.

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ના આગલા દિવસે મોરબી ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સુચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સુચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી.

પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન મથક પર કરવાની થતી કામગીરી અંગે ૬૫-મોરબી રિટર્નીંગ ઓફિસર ડી.એ. ઝાલા, ૬૬-ટંકારા રિટર્નીંગ ઓફિસર ડી.આર. પરમાર તેમજ ૬૭-વાંકાનેર રિટર્નીંગ ઓફિસર શેરશિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા રવાના થયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર