Wednesday, August 27, 2025

મોરબીના મહેન્દ્રનગરમા ઈંગ્લીશ દારૂનુ ચાલુ કટીંગ ઝડપાયુ: 132 બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન મોરબીના મહેન્દ્રનગરમા તળાવ બાજુ જવાને રસ્તે બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132 બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઈંગ્લીશ દારૂ સહિત ૪,૧૦, ૦૪૦ નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત બાતમીના આધારે મહેંદ્રનગર-હળવદ રોડ, આઇ.ટી.આઇ. બસ સ્ટેંડ પાછળ, મહેદ્રનગરના તળાવ બાજુ જવાના રસ્તે, મહેન્દ્રનગર મોરબી- ર પાસેથી બે આરોપીઓને મહીંદ્રા બોલેરો ગાડીમા ઇગ્લીશ દારૂના ચાલુ કટીંગ દરમ્યાન પકડી પાડી ભારતીય બનાવટની વિદેસી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની ૭૫૦ એમ.એલ, કંપની શીલપેલ બોટલ નંગ- ૧૩૨ કિ.રૂ. ૧,૧૦,૦૪૦/- તથા મહીંદ્રા કંપનીની બોલોરો કેમ્પર ગાડી રજી નં.-જીજે-૦૨-સીએ-૧૯૦૬ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૧૦,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશભાઇ ધરમશીભાઇ નિરશ્રીતઉ.વ.૨૭ રહે- રામનગરી ઘુટુ રોડ, મોરબી મુળગામ- ગુંદાપુરા નિરાશ્રીતવાસ દાદર તા.જી. પાટણ તથા ઇશ્વરભાઇ કુંભાભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે- કીડીયાનગર નવો પરમાર વાસ, તા.રાપર જી. કચ્છ વાળાને પકડી પાડેલ છે જ્યારે અન્ય એક શખ્સ સુરેશભાઇ નાથુભાઇ સાલાણી  રહે-ભીમાસર રાપર કચ્છ વાળો સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર