મોરબીના મહેન્દ્રનગર નજીક બેટરીની દુકાનમાં લાગી આગ : લાખોનો મુદ્દામાલ બળીને ખાખ
મોરબી: મોરબીના મહેન્દ્રનગર રોડ પર સર્કીટ હાઉસ ખાતે આવેલ પવનસુત બેટરી નામની દુકાનમાં વહેલી સવારે અચાનક કોઇ કારણસર આગ લાગી હતી અને જોત જોતામાં આગે આખે આખી દુકાનને પોતાની ઝપટમાં લઇ લીધી હતી જે બાદ રસ્તા પર નીકળતા કોઇ વ્યક્તિ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિક કિશનભાઈ દુકાને દોડી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે દુકાન માલિક કિશનભાઇ સાથે વતા કરતા તેમણે જણાવ્યું હતું કે દુકાનમાં રાખેલી બેટરી ઉપરાંત ફર્નીચર સહિતનો અંદાજીત પાંચ લાખનો સામાન બળીને ખાખ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું.