મોરબીના મોડપર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી: મોરબી તાલુકાના મોડપર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિં રૂ. ૧૫૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડયો છે જ્યારે આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી સ્થળ પર હાજર ન મળી આવતા તેમના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img