મોરબી: આગામી 19 ના રોજ સવારે10:00 વાગ્યે રાખવામાં આવી હતી આગામી તારીખ 12/5 સાંજે 5 કલાકથી 15/5 બપોર સુધી માતૃ શકિતના પ્રશિક્ષણ વર્ગ તથા તા.10/5 રાત્રિ થી 17/5 સુધી દુર્ગાવાહિની ના પ્રશિક્ષણ વર્ગ યોજાવા જઈ રહ્યો છે તેમાં મોરબી જિલ્લા માંથી મોટી સંખ્યામાં માતૃશક્તિની બહેનો અને દુર્ગાવહિનીની દીકરીઓ જોડાય. વર્ગમાં દૈનિક દિનચર્યા શું રહેશે તેના વિશેનું માર્ગદર્શન વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃ શકિત સંયોજીકા પૂર્વીબેન શુકલ દ્વારા આપવામાં આવ્યું હતું.
તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કામોનો ટુંકો અહેવાલ જયશ્રીબેન વાઘેલા માતૃશક્તિ દ્વારાઆપવામાં આવ્યો હતો. આતકે જામનગર જિલ્લા સંયોજીકાપ્રાંતકર્યકરણી હીનાબેન અગ્રાવત તેમજ જામનગર જિલ્લા સહ સંયોજીકા ભાવનાબેન મણિયાર ઉપસ્થિત રહ્યા હતા.તેમજ 25 ની સંખ્યામાં મોરબી શહેર માતૃશક્તિ મહિલા વિભાગ ના કાર્યકર્તા બહેનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનું આયોજન જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આગામી મે મહિનામાં યોજાનાર માતૃશક્તિ અને દુર્ગાવહિનીના વર્ગોમા મોરબી જિલ્લા માથી જે બહેનો કે દીકરીઓને જવા માટે કે ત્યાં જવા માટેના રજિસ્ટ્રરેશન કરવા અને સંપૂર્ણ માહિતી માટે જયશ્રીબેન વાઘેલા મો. ન. 7016707020 ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવો..રજીસ્ટ્રેશન કરવાનો છેલ્લી તારીખ 5-5 છે …
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...