મોરબીના રંગપર ગામે ઈંગ્લીશ દારૂની 36 બોટલો સાથે એક ઝડપાયો, એક ફરાર
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામે ભાડે ઓરડીમાં રહેતા વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા (ઉ.વ.૨૨) એ આરોપી બળુભા જીલુભા ઝાલા પાસેથી ઈંગ્લીશ દારૂની મેળવી પોતાના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૧૩૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ બળુભા જીલુભા ઝાલા રહે. નાડધ્રિ તા. મુળી. જી. સુરેન્દ્રનગર વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.