મોરબીના રફાળેશ્વર ગામે મીત્રનુ સમાધાન કરવા ગયેલ યુવાન પર મહીલા સહિત પાંચ શખ્સોનો છરી, કુહાડી વડે જીવલેણ હુમલો
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકરનગર ખાતે મીત્રને થયેલ ઝઘડાનું સમાધન કરવા ગયેલ યુવાનને એક મહિલા સહિત પાંચ શખ્સોએ ગાળો આપી છરી તથા કુહાડી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર પ્રકાશનગર ગામે રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા (ઉ.વ.૩૬) એ આરોપી કાલી કિશોરભાઇ સુમેસરા, પ્રકાશભાઇ કણસાગરા, કિશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા, જશુબેન કિશોરભાઇ સુમેસરા, ગજનભાઇ બારોટ રહે. બધા ગામ રફાળેશ્વર તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના વખતે ફરીયાદીના મિત્ર પ્રફુલભાઇ બચુભાઇ સોલંકીને રફાળેશ્વર ગામના યતિશ બાબુભાઇ મુછડીયા સાથે અગાઉ છએક દિવસ પહેલા બોલાચાલી તથા ઝપાઝપી થયેલ હોય જે બાબતનુ સમાધાન કરવા માટે ફરીયાદી તથા તેના મિત્ર પ્રફુલભાઇ તથા બિપીનભાઇ તથા હસમુખભાઇ એમ ચારેય જણા જતા પ્રથમ આરોપી કાલી કિશોરભાઈ તથા પ્રકાશભાઇએ આવી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ત્યારબાદ આરોપી કિશોરભાઈ કુહાડી લઇ આવી તથા આરોપી જશુબેન પથ્થરો લઇ આવી છુટા પથ્થરોના ઘા કરી આરોપી પ્રકાશભાઈએ ફરીયાદીને પોતાની જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આરોપી ગજનભાઈએ પાછળથી આવી ફરીયાદી જતા હતા ત્યારે તેને મારી નાંખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીનો એક ઘા કમરના પાછળના ભાગે કરી ગંભીર ઇજા કરી તથા આરોપી પ્રકાશભાઇએ જમણી બગલના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ગૌતમભાઈ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩,૩૩૭, ૫૦૪, ૧૧૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ)સુધારણા અધિનિયમ-૨૦૧૫ ની કલમ- ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
