મોરબીના રફાળેશ્વર ગામે 4 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયાં; એક ફરાર
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ( જાંબુડીયા) ગામે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈનાં કબ્જા ભોગવટા વાળી ઓરડીમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૪ કિલો ૪૫૦ ગ્રામના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસઓજી ટીમે રેઈડ દરમ્યાન ઝડપી પાડયા હતા જ્યારે તપાસ દરમ્યાન અન્ય એક શખ્સનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલલીંગ હોય તે દરમ્યાન રેઇડ કરતા મોરબી તાલુકાના રફાળેશ્વર (જાંબુડીયા) ગામે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈનાં કબ્જા ભોગવટા વાળી ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪ કિલો ૪૫૦ ગ્રામ કિ.રૂ. ૪૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૨૦૦/- તથા રોકડા રૂપીયા ૭૧૦૦/- તથા લોખંડનો ત્રાજવુ તથા એક કિલો તથા ૨૦૦ ગ્રામનુ વજનીયુ કિ.રૂપીયા ૫૦૦/- મળી કુલ રૂ.૫૩,૩૦૦/- ના મુદામાલ સાથે આરોપી અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઇ ઉવ.૫૫ તથા બાબુભાઇ પાલાભાઇ રાઠોડ ઉવ.૫૦ રહે. બંને આંબેડકરનગર રફાળેશ્વરગામ (જાબુડીયા) તા.જી.મોરબી વાળાને મોરબી એસઓજી ટીમે ઝડપી પાડી તપાસ કરતા અન્ય એક શખ્સ કરશભાઈ ભીખાભાઈ વાઘેલા રહે. બનાસકાંઠા વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. હાલ ત્રણે આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ ૧૯૮પની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.