મોરબીના રવાપર ગામે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઝડપાયો: એક ફરાર
મોરબી: મોરબીના રવાપર ગામે ઓનલાઇન એપ્લિકેશનમા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે ક્રિકેટ મેચ પર સટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે શીવશક્તિ સોસાયટી કે.કે. ટાવારવાળી શેરીમાં રહેતા આરોપી સુરેશભાઈ મહેન્દ્રભાઈ પુજારા (ઉ.વ.૪૦) એ ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચેની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી રમેશભાઈ ગામી રહે. નશીતપર ત. ટંકારા વાળા પાસેથી રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૫૦૦/- તથા વીવો ફોન મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/-મળી કુલ રૂ.૬૫૦૦/-ના મુદામાલ સાથે આરોપી સુરેશભાઈ મહેન્દ્રભાઈ પુજારાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રમેશભાઈ ગામી રહે. નશીતપર ત. ટંકારા વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.