મોરબીના રવાપર ગામે ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામા કરેલ દબાણ દુર કરવા માલધારી સમાજે કલેકટરને રજૂઆત કરી
મોરબી: મોરબીના રવાપર ગામે ગેરકાયદેસર રીતે સરકારી ખરાબામા કરેલ દબાણ દુર કરવા બાબતે માલધારી સમાજ દ્વારા કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબીના રવાપર ગામે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે જેમ કે રવાપર ગામતળ મુખ્ય માર્ગ મોટી પ્રાથમિકશાળાથી નાની પ્રાથમિક શાળા સુધીના માર્ગનું દબાણ, રવાપર ગામના (ખરા તથા વાળા) માં ગેરકાયદેસર બાંધકામ દુર કરવા, રવાપર ગામતળના માર્ગ અને કોમન પ્લોટના દબાણ દુર કરવા ,રવાપર ગામના તમામ સરકારી ખરાબા તથા ગૌચર તથા વાળા,ખરા અને માર્ગો ખુલ્લા કરવા, રવાપર ગામતળ મુખ્ય માર્ગ મોટી પ્રાથમિકશાળાથી નાની પ્રાથમિક શાળા વચ્ચે આપેલ તળાવમાં થયેલ દબાણ દુર કરવા, તેમજ રવાપર ગામના માત્ર OBC ના માલધારીઓ ને ટાર્ગેટ બનાવીને માત્ર રવાપર ગામના ૩(ત્રણ) ખરાબામા ને ખાલી કરાવવામા આવે જો કે રવાપર ગામના તમામ ખરાબા, ગૌચર, વાળા, ખરા, માર્ગોને ગામતળના નક્સા મુજબ દબાણ દુર કરવામાં આવે તે માટે રવાપર ગામના માલધારી સમાજ દ્વારા કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે.