સમગ્ર મામલે ત્રણે ધારાસભ્ય તેમજ સંસદસભ્યનું શંકાસ્પદ મૌન રજૂઆત કરતા હાથ કર્યા અધર
મોરબી: મોરબીના શાનસમા રવાપર રોડ પર આવેલ 22 વર્ષ જુના વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં બળજબરીથી રાહદારી મુખ્ય રસ્તો રાતોરાત બંધ કરી દેવતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો.
જ્ઞાતિવાદ પૈસો અને પ્રતિસ્ઠાના જોરે 22 વર્ષ જુના વ્રજવાટિકાનો મુખ્ય રાહદારી રસ્તો બંધ કરી આપ ખુદ શાહી વલણ સાથે સ્થાનિક રહેવસીઓને ધાકધમકી આપતા આગળ કાયદેસરની કાર્યવાહી તેમજ જરૂર પડ્યે નામદાર કોર્ટ સમક્ષ સમગ્ર મામલો લઇ જવા તેમજ પોલીસમાં સ્થાનિક રહેવાસીઓને ધાકધમકી અને પોતાની પ્રતિસ્ઠાને જોરે રાતોરાત દીવાલ ખડકી દેવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષકને રુબરું મળી કાર્યવાહી કરવા સ્થાનિક રહેવાસીઓ રજુઆત કરી છે.
મોરબીના રવાપર રોડ પર આવેલ મોરબીના સૌપ્રથમ બહુમાળી એવા વ્રજવાટિકા એપાર્ટમેન્ટ કે જેનું બાંધકામ જે તે સમયે મોરબીના જાણીતા બિલ્ડર દ્વારા કરવામાં આવેલ. આજથી 22 વર્ષ પહેલા મોરબીનુ એકમાત્ર મહુમાળી એપાર્ટમેન્ટ કોઈ એક જ્ઞાતિ પૂરતું માર્યાદિત ન રાખી સર્વે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આપવામાં આવેલ. જ્યાં જે તે સમયે એપાર્ટમેન્ટના રોડ, રસ્તા સહીત છેલ્લા 22 વર્ષથી મુખ્ય રાહદારી રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો જો કે ત્યાર બાદ સમયની સાથે રવાપર રોડનો વિકાસ થતા અહીં વિવિધ સોસાયટીઓ આકાર પામેલ જેમાં મુખ્યત્વે માત્ર એક કોમને જ આ સમગ્ર વિસ્તાર ઉપર પોતાના રહેણાંક તેમજ બાંગલા બાંધી આ સમગ્ર વિસ્તાર ઉપર એકચક્રી શાસન સામ્રાજ્ય ઉભું કરેલ એટલું જ નહિ આ વિસ્તારમાં એક જ જ્ઞાતિ સિવાય અન્ય કોઈને મકાન કે જમીન તસુભાર પણ લઈ ન શકે તેવી પરિસ્થિતિ વચ્ચે અહીં રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટિકા એપાર્ટમેન્ટ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય તેમ અહીં રહેતા સર્વજ્ઞાતિય સ્થાનિક રહેવાસીઓના મુખ્ય રાહદારી રસ્તા ઉપર રાતોરાત દીવાલ ચણી લેતા વ્રજવાટિકામાં રહેતા 70 જેટલા પરિવારો માટે નજરકેદ જેવી પરિસ્થિતિ અંગે સ્થાનિક વહીવટી તંત્ર, જિલ્લા પ્રશાસન, પોલીસ અધિક્ષક સહીત લાગતા વળગતા તમામ સ્થળની રૂબરૂ જાત તપાસ કરી સ્થાનિક રહેવાસીઓની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ બને તેવી વ્રજવાટિકા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસથી મોરબી પંથકમાં ચર્ચાના ચકડોળે ચડેલ વ્રજવાટિકાના સ્થાનિક રહેવાસીઓ અને મહિલાઓ સાથે અશોભનીય વર્તન અને વાણીવિલાસ કરનાર સમાજના પ્રતિષ્ઠિત મોભીઓના વર્તન અંગે રોષની લાગણી ફેલાઈ છે.
