મોરબીના રાજપર થી ચાચાપર જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત
મોરબી: મોરબીના રાજપર થી ચાચાપર જતા સદગુરુ કોટન મીલની સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવાર મોટરસાયકલ સાથે નીચે પડી જતા બંન્ને પગે ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ, આનંદનગર નગરમાં રહેતા નિલેષભાઈ અમરશીભાઈ કોરીંગા (ઉ.વ.૩૬) એ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર-GJ-03- EQ-0826 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ સવારના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી કાર નંબર GJ-36-B-2596 વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદીની મોટરસાયકલ નંબર GJ-03- EQ-0826 સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીને મોટરસાયકલ સાથે નીચે પાડી દેતા બન્ને પગે ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નિલેષભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.