અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો, આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે.
મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,ના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો.જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો આવતીકાલે ભાઈ બીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.બોહળી સંખ્યામાં ભક્તોજનોએ મહાઆરતી,અને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.
હળવદ તાલુકાના માથક ગામે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા (ઉ.વ.૪૮) એ પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળાટુપો ખાઈ જતાં નીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ. ૬૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક...