મોરબી: લઘુ ઉદ્યોગ માટે પ્રખ્યાત મોરબીના લાતીપ્લોટ વિસ્તાર સૌથી વધુ ટેક્સ ચૂકવતો હોવા છતાં અહીં સુવિધા આપવામાં મોરબી પાલિકા તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે સતત રજૂઆતો અને વર્ષોથી વિકાસ રૂપી લોલીપોપ ચખાડતા પાલિકા તંત્ર પાસે સ્થાનિક ઉદ્યોગો અને વેપારીએ લાતપ્લોટ વિસ્તારના સુધારાની અપેક્ષા રાખવાની બંધ કરી દીધી છે અને માટે હવે અહીંના ધંધા ઉદ્યોગો ના છૂટકે અહીંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
ઘડિયાળ ઉત્પાદન સહિત નાના નાના ઉદ્યોગો દ્વારા અહીંના લાઠી પ્લોટ વિસ્તારે સ્થાનિક લોકો માટે રોજગારીનો મોટો સ્ત્રોત ઊભો કર્યો હતો. અહીં લઘુ ઉદ્યોગો વિકસતા મહિલાઓ માટે પણ મોટા પ્રમાણમાં રોજગારી ઊભી થઈ હતી અને ઉદ્યોગો વિકસતા સ્વભાવિક પણે પાલિકા મોટા પ્રમાણમાં ટેક્સ મેળવતી રહી છે આમ છતાં પાલીકા તંત્ર વર્ષો થી આ વિસ્તારના વિકાસ માટે વામણી પુરવાર થઈ છે.
તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં આવતી ન હોય વર્ષોથી લાતી પ્લોટ વિસ્તારના વિકાસ માટે મોરબી નગરપાલિકા વામણી પુરવાર થઈ છે રોડ રસ્તાના હાલ ઉભરાતી ગટરો અને સ્વચ્છતાના નામે પાલિકા તંત્ર એ આ વિસ્તારની કદી દરકાર લીધી નથી વર્ષોથી અહીં ગંદકી અને રોડ રસ્તાની સ્થિતિ જેસે થે વેસે હી રહી છે સ્થાનિક વેપારીઓ દ્વારા વર્ષોથી આ વિસ્તારની સુવિધા વધારવા અથવા તો જે સ્થિતિ છે તેમાં ઈમ્પ્લાન્ટમેન્ટ કરવા માટે સતત રજૂઆતો કરાતી રહી છે છતાં પાલિકાએ આ ખાડા કાન કર્યા છે.
ઉલટાનું હાલ પરિસ્થિતિ સુધરવાની બદલે વધુ ખરાબ થઈ ગઈ હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોરબી નગરપાલિકા લાતીપ્લોટ વિસ્તારમાં સ્પેશિયલ પેકેજ આપવાની લોલીપોપ દેતું આવ્યું છે પરંતુ હાલના સમયમાં જે સ્થિતિ છે તેને સુધારવાની પણ તસ્દી લીધી નથી આથી કંટાળેલા વેપારીઓ હવે પાલિકા પાસેથી આશા રાખવાની બંધ કરી દીધી છે જેના પરિણામ સ્વરૂપે અહીં સ્થાનિક વેપારી આખરે કંટાળીને સ્થળાંતર કરવા મજબુર બને તેવી સ્થિતિ સર્જાઈ છે.
