મોરબીના લાતી પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા બે શકુની ઝડપાયા
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે શકુનીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં-૨/૩ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા બે આરોપી ઇબ્રાહિમભાઈ અલીભાઈ દલ રહે. મોરબી મહેન્દ્રનગર શેરી નં-૮ તથા દીલીપભાઇ અમરશીભાઈ જાદવ રહે. સજનપર(ઘુ) તા. ટંકારા વાળાને રોકડ રકમ રૂ. ૧૦૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.