મોરબીના લાતી પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયાં
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૮ લુક્સ ફર્નીચર નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૮ લુક્સ ફર્નીચર નજીક આરોપી સાહીલ રહીમભાઈ ચાનીયા (ઉ.વ.૨૧) રહે. મોરબી કાલીકા પ્લોટ બાવા અહેમદશા મસ્જીદ પાસે તથા સાહીલ ઉર્ફે સેડાળો કરીમભાઇ ચાનીયા રહે. જોનસનગર શેરી નં-૮ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૧૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.