મોરબીના લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી હાથ બનાવટના જામગરી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીક એક ઇસમને હાથ બનાવટના જામગરી હથિયાર સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા, નાઓએ તાજેતરમાં આવતી સામાન્ય વિધાનસભા ચૂંટણી અનુસંધાને ગેર કાયદેસર હથિયારો શોધી કાઢવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર ધારાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર બાતમી વાળી જગ્યા રેઇડ કરવા સુચના કરતા તેઓએ મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી સંજયભાઇ ભરતભાઇ જંજવાડીયા ઉ.વ.૨૬, રહે. વિદ્યાનગર સોસાયટી, એન.જી.મહેતા સાયન્સ કોલેજ સામે, આશાપુરા પાન પાસે, તા.જી.મોરબી, મુળ રહે. વેજલપર, તા.માળીયા, જી.મોરબી વાળા પાસેથી એક દેશી હાથ બનાવટનુ લોખંડનુ જામગરી જેવુ હથિયાર કિં.રૂ.૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.