Sunday, June 22, 2025

મોરબીના લાલપર ગામ નજીક IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક રાજલ પાન પાસે જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક રાજલ પાન પાસે જાહેરમાં આરોપી અરવિંદભાઈ હેમજીભાઈ જોષી (ઉ.વ.૪૩) રહે. લાલપર ગૌશાળા ગેઈટની અંદર તા.જી. મોરબીવાળાએ આરોપી નયનભાઈ બ્રાહ્મણ રહે. ખરડોલ તા. વાવ જી. બનાસકાંઠા વાળા પાસેથી LUISA777.COM નામનુ આઇ.ડી.મેળવી તે આઇ.ડી.માં મોબાઇલ ફોનથી સંપર્ક સાધી મોબાઇલ ફોન દ્વારા તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ RCB & LSG વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા રૂ.૩૦૦૦/- મળી કુલ કી.રૂ.૮૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી અરવિંદભાઈ હેમજીભાઈ જોષી (ઉ.વ.૪૩) રહે. લાલપર ગૌશાળા ગેઈટની અંદર તા.જી. મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક આરોપી નયનભાઈ બ્રાહ્મણ રહે. ખરડોલ તા. વાવ જી. બનાસકાંઠા વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર