મોરબીના લીલાપર રોડ પર કાળી પાટના નાલા નજીક તીનપત્તીનો જુગાર રમતા છ ઝડપાયા
મોરબી: મોરબીના લીલાપર રોડ પર કાળી પાટના નાલા નજીક આવેલા ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ લીલાપર રોડ પર કાળી પાટના નાલા નજીક આવેલા ખુલ્લા મેદાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દિનેશભાઇ લક્ષ્મણભાઇ ઉચાણા, રહે. ગોકુલનગર, મકનસર ગામ, હરેશભાઇ કાનજીભાઇ ફુલતરીયા, રહે. મોરબી, આલાપ રોડ, પટેલ નગર, નાગજીભાઇ ગોકળભાઇ દેગામા, રહે. લીલાપર રોડ કાળી પાટના નાલા પાસે, અશ્વિનભાઇ કરશનભાઇ નાગપરા, રહે. આલાપ રોડ, નવરંગ પાર્ક-૧ મોરબી, સુનિલભાઇ મગનભાઇ દેગામા, રહે. લીલાપર ગામ અને રજનીભાઇ મહાદેવભાઇ દેત્રોજા, રહે. આલાપ રોડ, સહયોગ સોસાયટી મોરબી વાળાને રોકડ રકમ રૂ.૭૦૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.