મોરબી : વાઘપર ગામે રહેણાંક મકાનમાંથી રૂ.42 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો છે. હાલ મોરબી તાલુકા પોલીસે દારૂનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે આરોપી વિરેન્દ્રસિંહ તખુભા ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૨ કિં.રૂ.૪૨,૬૪૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે મળી આવ્યો હતો. જયારે આરોપી વિરેન્દ્રસિંહ ઝાલા હાજર નહિ મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર દર્શાવ્યો છે
