Saturday, May 18, 2024

મોરબીના વાવડી રોડ ઉપર સામાન્ય બાબતે મિત્રો વચ્ચે મારામારી છરી ના ઘા ઝીંકાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબીના વાવડી રોડ પર મિત્રો સાથે મજાક મશ્કરીમાં બોલાચાલી થઇ હોય અને બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો અને એક શખ્સને છરીના ઘા મારી દીધા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે

મોરબીના લાતી પ્લોટ શેરી -૮ માં રહેતા ઈરફાનભાઈ યાસીનભાઈ કટીયા (ઉ.૧૬) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તથા આરોપી સાહિલ રફીકભાઈ સેડાત રહે-જોન્સનગરના નાકા પાસે બંને મિત્ર હોય અને એકબીજાની મજાક મશ્કરી કરતા હોય તે વખતે ક્રિષ્ના પાન વાળી શેરીમાં વાવડી રોડ પર હોય દરમિયાન આરોપી સાહિલ સેડાતે ફરિયાદી ઈરફાનને ગાળો બોલતા ઈરફાને ગાળો બોલવાની નાં પાડતા આરોપી સાહિલ ને સારું નહિ લાગતા આરોપી સાહિલે ઢીકા પાટુંનો માર મારી પોતાની પાસે રહેલ છરીનો એક ધા ફરિયાદી ઈરફાનને છાતીના ભાગે જમણી બાજુના ભાગે મારી ફેફસાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે

જ્યારે સામાપક્ષે ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા, રહે. હાલ લુક્સ ફર્નિચરની બાજુમા લાતી પ્લોટ શેરી નં ૦૮ મોરબી મુળ નવાગામ તા-માળીયા વાળાએ સાહીલ રફીકભાઇ સેડાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, એકબીજાની મજાક મશ્કરી કરતા હતા તે વખતે સાહિલ  ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા ઢીકાપાટુનો મુંઢ માર મારી છરીનો એક ઘા મારી ફેફસાના ભાગે ગંભીર ઇજા પોંહચાડી હતી.આ અંગે પોલીસે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૩૨૬ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર