Tuesday, March 19, 2024

મોરબીના વિરપરડા ગામે આવેલ કારખાનામાં ફોન ચોરી કરી યુવકના ફોન પે એપ મારફતે બેંક એકાઉન્ટમાંથી રૂ. 2.59 લાખની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબીના વિરપરડા ગામની સીમ પીપળીયા ચાર રસ્તા આગળ આવેલ શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી યુવકનો મોબાઈલ ફોન તથા સાહેદનો મોબાઈલ અને રોકડા રૂ. ૨૨૦૦ ચોરી કરી તેમજ યુવકના મોબાઈલમાંથી ફોન પે એપ્લીકેશન મારફતે બેંક એકાઉન્ટમાંથી રૂ.૨,૫૯,૪૬૯ ની ચોરી કરી કુલ કિં રૂ.૨,૮૨,૧૬૯ ની મતાની ચોરી કરી લઇ ગયા હવાની ભોગ બનનાર યુવાને મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના વિરપરડા ગામની સીમ પીપળીયા ચાર રસ્તા આગળ આવેલ શીવીસ માઇક્રોન્સ એલ.એલ.પી. કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જોગારામ રામલાલ ચૌધરી (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપીઓએ ફરીયાદીની ઓરડીમાં ફરીયાદી તથા સાહેદો સુતા હતા ત્યારે અનઅધિકૃત રીતે અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી ફરીયાદીના મોબાઇલ ફોન નંગ-૨ જેમાં એક મોબાઇલ ફોનમાં ફરી ફોન પે (Phone pe) એપ્લીકેશન વાપરતા હોય જે મોબાઇલ ફોન નંબર : ૯૧૧૬૬ ૯૧૧૨૦ વાળો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૫૦૦૦/- તથા સાહેદ ના મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૫,૫૦૦/- તથા થેલામાં રહેલ રોકડા રૂ.૨૨૦૦/- ના ચોરી કરી ફરીયાદીના ફોન પે એપ્લીકેશન મારફત બેંક એકાઉન્ટ માંથી રૂ.૨,૫૯,૪૬૯/- ની રકમની ચોરી કરી કુલ રૂ.૨,૮૨,૧૬૯ની મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર યુવાન જોગરામ એ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ તથા ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-૨૦૦૦ના કાયદાની કલમ ૬૬, ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર