મોરબીના વીસીપરા રમેશ કોટનમીલમાં પિતા અને ભાઈએ સગાભાઈ પર કર્યો છરી વડે હુમલો
મોરબી: મોરબીના વીસીપરા રમેશ કોટનમીલમા ભાણેજના લગ્ન હોય બધાં આવતા હોય ત્યારે યુવકને પીતા અને નાના ભાઈને હળવદ ના દેવળીયા ગામે મુરઘી મચ્છીની કેબીન દુર લય જવા બાબતે યુવક સાથે તકરાર થયેલ હોય જે બાબતનો ખાર રાખી યુવક સામે નાનો ભાઈ મુછના આંકડા ચડાવતો હોય ત્યારે યુવકે નાનાભાઈને થપ્પડ મારતાં તકરાર વધતાં યુવક પર નાના ભાઈ અને પીતાએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે યુવકે પિતા અને નાનાભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપર મચ્છુમાના મંદિર પાસે રહેતા શરીફભાઈ હારૂનભાઈ કટીયા (ઉ.વ.૩૬) એ આરોપી શબ્બીરભાઈ હારૂનભાઈ કટીયા તથા હારૂનભાઈ હુસેનભાઇ કટીયા રહે. બંને જુના દેવળીયા પ્લોટ વિસ્તાર ભંડારપરા તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૨-૨૦૨૩ ના અરસામાં ફરીયાદીની મુરઘી મચ્છીની કેબીન હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમ ધનાળા ગામના પાટીયા પાસે આવેલ હોય જ્યા ફરીયાદીના નાના ભાઇ શબ્બીર હારૂન તથા પિતા હારૂનભાઇ હુશેનભાઇએ બાજુમાં મુરઘી મચ્છીની કેબીન કરતા જ્યાથી તે કેબીન દુર લઇ જવા ફરીયાદીએ કહેતા જે બાબતે તકરાર થયે બાદ ફરીના ભાણેજના લગ્ન પ્રસનગમાં બધા આવતા હોય ત્યારે આરોપી શબ્બીરભાઈ ફરીયાદ સામે મુછના આંકડા ચડાવતો હોય જેથી ફરીયાદીએ તેને થપ્પડ મારતા તકરાર ગાળા ગાળી થતા બન્ને આરોપી છરી સાથે ફરીયાદી પાસે આવી આરોપી શબ્બીરભાઈએ છરી વડે ફરીયાદીને પડખામાં ઇજા કરી બન્ને આરોપીએ ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શરીફભાઈએ બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
