Saturday, May 17, 2025

મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક મોબાઈલની દુકાનમાંથી 55હજારના આઈફોનની ચોરી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના શનાળા રોડ ગાંધી ચોક નજીક વર્લ્ડવાઈડ મોબાઈલ નામની મોબાઈલની દુકાનમાંથી આઇફોન ૧૨ પ્રો મેક્ષ કિં રૂ.૫૫ હજારના મોબાઈલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની વેપારીએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી રોડ નવા જકાતનાકા અક્ષરધામ સોસાયટી શેરી નં-૨ રાજકોટ રહેતા અજયભાઈ વાસુદેવભાઇ જેઠાણી (ઉ.વ. ૩૦) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલીકીનો આઈ ફોન ૧૨ પ્રો મેક્ષ ૧૨૮ નો સેકન્ડ હેન્ડ મોબાઈલ ફોન ગ્રે કલરનો સને ર૦૨૦ ના મોડલનો કિ.રૂ ૫૫,૦૦૦/-વાળો મોબાઈલ ફોન (જંગમ મિલ્કત) દુકાનના કાઉન્ટરમાં વેચાણ અર્થે રાખેલ ત્યાંથી ફરિયાદીની તથા તેમના માણસોની નજર ચુકવી ચોરી કરી લઇ ગયો હવાની વેપારી અજયભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર