Monday, September 22, 2025

મોરબીના શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટના સંચાલક ઉપર ટ્રસ્ટની કોઇપણ મિલ્કત ભાડે કે ઉપયોગ કરવા પર પાબંદી !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટના બની બેઠેલા પ્રમુખ ના ગેર વહીવટ અને ગેરરીતી અંગે રાજકોટ સ્થિત સંયુકત ચેરીટી કમીશ્નરે રૂકજાઓનો આદેશ આપ્યો છે.

મોરબીમાં લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ માં ભાડે આપવા એ ટ્રસ્ટની મિલકત અંગે કોઇ પુર્વ મંજુરી લીધા વીના બારોબાર લોહીના સંબધીને ભાડે આપી દેવાતી હોય અને કોઇ ચુ કે ચા બોલી શકતુ ના હોય તેવા સમયે લોહાણા સમાજનો યુવાન જયેશ મુલીયાએ કાયદાના તજજ્ઞો પાસેથી કાયદાકીય માર્ગદર્શન મેળવીને લડત શરૂ કરી હતી જેના પરીણામ રૂપ રાજકોટ સંયુકત ચેરીટી કમીશ્નરે લોહાણા વિદ્યાર્થી ભવન ટ્રસ્ટના વહીવટદાર પ્રમુખ ભુપતભાઇ પી. રવેશીયાને રૂકજાઓનો આદેશ આપ્યો છે.

આ અંગે મળેલી વિગત મુજબ સુભાષ રોડ ઉપર ટ્રસ્ટની દુકાન કોઇ પુર્વ મંજુરી વગર પ્રમુખે તેના લોહીના સંબંધીને ભાડે આપી દીધી આ ઉપરાંત લોહાણા વિદ્યાર્થી ભવન કોઇની મંજુરી લીધા વગર મનસુફી રીતે ભાડે આપી દેવાતું હોય જે ટ્રસ્ટના કાયદા તેમજ ચેરીટી કમીશ્નરના નીતી નીયમો નો ભંગ થતો હોય આ બાબતે મોરબીના મદદનીશ ચેરીટી કમીશ્નરમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં અરજદાર જયેશભાઇ મુલીયા ની તરફેણમાં ચુકાદો આવ્યો હતો જેને આ ટ્રસ્ટનાં બની બેઠેલા પ્રમુખ ભુપતભાઇ પી. રવેશીયા એ રાજકોટ સંયુકત ચેરીટી કમીશ્નર કચેરીમાં પડકાર્યો હતો જે કેસ ચાલી જતા સંયુકત ચેરીટી કમીશ્નર કચેરીએ મદદનીશ ચેરીટી કમીશ્ડરનાં ચુકાદાને કાયમ રાખીને હાલનાં વહીવટી કર્તાને ટ્રસ્ટના નેજા હેઠળનીકોઇપણ મિલકત નો ઉપયોગ લગ્ન પ્રસંગે અન્ય પ્રસંગ માટે આપવા નહીં આ ચુકાદો તા. ૨૫/૪/૨૦૨૩ ના રોજ આપેલ હોવા છતાં હજુ આ ટ્રસ્ટના વિધાર્થી ભવનને ભાડે આપવામાં આવી રહ્યુ છે. જે ચેરીટી કમીશ્નરના હુકમનો ભંગ થાય છે, જેથી ભંગ બદલ લીગલી કાર્યવાહી થશે જેની નોંઘ લેશો. આ કેસ માં અરજદાર તરફે રાજકોટના વિધ્વાન એડવોકેટ દર્શીતભાઇ કોઠારી રોકાયેલ હતા તેવું જાણવા મળી રહ્યું છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર