મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. અજાણ્યા પુરૂષની ઉંમર આશરે ૩૦ વર્ષ હશે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.