મોરબીના સિલ્વર પાર્કમાં ઢોલરા ધામનું પ્રખ્યાત રામા મંડળ રમાશે
મોરબી: મોરબીમાં સાંસ્કૃતિક વિરાસત જાળવવા માટે અને નવી પેઢીને ધાર્મિક આદ્યાત્મિક જ્ઞાન મળી રહે એવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્કમાં તા.29.01.2023 ને રવિવાર રાત્રે 9.00 વાગ્યે ઢોલરા ધામના પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ રામામંડળને નિહાળવા લાવડીયા કિશોરભાઈ લખાભાઈ તરફથી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વડીલોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવેલ છે.