મોરબીના સોખડા ગામના પાટીયા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં બેનાં મોત
મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં એક યુવાન અને એક સગીરવયના બાળક એમ કુલ બેના મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામે રહેતા રાણાભાઇ ગોકળભાઇ સોહલા (ઉ.વ.૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ફરીયાદીના માસીના દિકરા ગોપાલભાઇ તથા પાછળ બેસેલ રાહુલભાઇ તથા અન્ય મિત્રો કચ્છમા મોમાઇ મોરા માતાજીના દર્શન કરવા માટે ગયેલ હતા અને દર્શન કરીને પાછા ઘરે આવતા હતા ત્યારે ફરીયાદીના માસીના દિકરા ગોપાલભાઇ ગભુભાઇ સભાળ ઉ.વ.૧૮ વાળાએ પોતાના હવાલા વાળુ નંબર વગરનુ હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ ચેસીસ નંબર MBLHAW125N5A25038 વાળુ ફુલ સ્પીડમા બેદરકારીથી પોતાની તથા મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી નીકળતા સોખડા ગામના પાટીયા પાસે માળીયાથી મોરબી તરફ જતા હાઇવે રોડ ઉપર વચ્ચે ખાડો આવતા મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા બન્ને રોડ ઉપર પડતા પોતાને પગમા તથા મોઢામા તથા શરીરે ગંભીર ઇજા થતા તથા પાછળ બેસેલ રાહુલભાઇ રધુભાઇ બોળીયા ઉવ.૧૭ વાળાને મોઢામા તથા શરીરે ગંભીર ઇજા થતા પોતાનુ તથા રાહુલભાઇનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.