મોરબીની ગીતાંજલિ વિદ્યાલયમાં પ્રિ-પરીક્ષાનું આયોજન
મોરબી: ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC તથા પ્રિ-HSC પરીક્ષાનુ આયોજન કરેલ છે આ પરીક્ષામાં ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા , રસીદ, ઉતરવહી , બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ બોર્ડ પરીક્ષા દ્રારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે ખાસ આયોજન કરેલ છે.
જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાનો ડર હોય બોર્ડ પરીક્ષા કેવી હોય, બોર્ડની પરીક્ષાનો હાવ દુર કરવા માટે ગીતાંજલી વિદ્યાલય ખાતે આ પ્રિ પરીક્ષાનુ આયોજન કરેલ છે.
કોઈ પણ સ્કુલમાં ભણતા ધોરણ 10/12 ના વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે, આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીએ ફકત લીંક પર રજીસ્ટ્રેશન કરાવાનુ છે નીચેની લીંક પર રજીસ્ટ્રશન કરી આપ આ પરીક્ષા આપી શકો છો.
આ લીંક પર રજીસ્ટ્રેશન સાથે એક બીજો ઓપ્શન છે જેમાં આપે વોટ્સએપ નંબર પર નામ, ધોરણ, સ્કુલનુ નામ તથા વિષય લખી મોકલો તો પણ રજીસ્ટ્રેશન થઇ જશે.
પરીક્ષા તારીખ 26/02/2023 રવિવાર તેમજ પરીક્ષા સ્થળ : ગીતાંજલી વિદ્યાલય (વૈભવનગર સોસાયટી , સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી, સંપર્ક નંબર : 7016278907, 8401460641
ખાસ નોંધ : આ પરીક્ષામાં ધોરણ 10 માટે સ્ટાન્ડર્ડ ગણિત અને બેજીક ગણિત તથા ધોરણ 12 કોમર્સ માટે એકાઉન્ટ, 12 આર્ટસ માટે મનોવિજ્ઞાન ની વગેરે પેપરની વ્યવસ્થા કરેલ છે.
રજીસ્ટ્રેશન માટેની લીંક :
https://surveyheart.com/form/63eb70e021ac1707368a4dcf