Friday, June 20, 2025

મોરબીની જનકપુરી સોસાયટીમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, એક ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા હાઈવે રોડ ઉપર જનકપુરી સોસાયટી મકાન નં-૫૪ સામે આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા હાઈવે રોડ ઉપર જનકપુરી સોસાયટીમા આરોપી અમીતભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે. જનકપુરી સોસાયટી ઘર નં-૫૪ મોરબી માળિયા નેશનલ હાઇવે મોરબી-૨ વાળાએ પોતાના ઓપો કંપનીના મો.નં.૯૨૬૫૭૨૭૫૦૧ માં ક્રિકેટલાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ હાલમાં ચાલતા ૨૦-૨૦ મુંબઇ ઇન્ડીયન્સ તથા કોલકત્તા નાઇટ રાઇડર્સ ક્રિકેટ મેચ જોઇ આરોપી ઓમ કુબાવત મો.નં.૯૫૭૪૧૧૧૧૪૦ વાળા સાથે ક્રીકેટ મેચ ઉપર રન ફેર તથા થાય નોથાય તે રીતે પૈસાની હારજીતનો જુગાર રમી દાવ લગાડી મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૭૦૦૦/ તથા આંકડા લખેલ કાગળ તથા બોલપેન કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂપિયા ૬૪૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૭,૬૪૦/- સાથે આરોપીઅમીતભાઈ જીતેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.૩૬) રહે. જનકપુરી સોસાયટી ઘર નં-૫૪ મોરબી માળિયા નેશનલ હાઇવે મોરબી-૨ વાળાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી તેમજ આરોપી ઓમ કુબાવત હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર