Saturday, July 12, 2025

મોરબીની દુર્દશાનું મુખ્ય કારણ મોરબીનું રાજકારણ પત્રકાર મેહુલ ગઢવીની કલમે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની દુર્દશા પાછળ મોરબીનુ જ રાજકારણ લખવાં પાછળ ના અનેક પુરાવા સાબિતી આપે છે જેમ કે મોરબીના અનેક વિસ્તારો એમાંય ઘડિયાળ ઉદ્યોગનું હબ એવા લાતી પ્લોટમાં વ્યવસાય કરતા હજારો નાના મોટા ધંધાદારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીના ગંજ તેમજ ઉભરાતી ગટરોને રાત્રી દરમિયાન અંધકારમય યાતનાઓ વેઠી રહ્યા છે. ને એવુ પણ નથી કે તેમને રજુવાત ન કરી હોઈ હજારો વખત રજુવાત કરવા છતાં કોંગ્રેસ કે ભાજપ કે કોઈ તંત્ર ના જવાબદાર અધિકારીના પેટનું પાણી પણ હલ્યું હોઈ તેવો કિસ્સો હજુ સુધી જોવા નથી મળ્યો.

ચૂંટણીઓ તો અનેકવાર આવી અને જતી રહી પણ મોરબીના અનેક વિસ્તારો આજે પણ વિકાસને જંખી રહ્યા છે પણ એકપણ નેતા કે જવાબદાર અધિકારીઓ વિકાસ વગરના બાકી હોઈ તેવું દૂર દૂર સુધી દેખાતું નથી માટે વિકાસ માત્ર નેતાઓ અને ભ્રસ્ટાચારી અધિકારીઓનોજ થયો છે.

ગુજરાતમાં એ ગ્રેડની નગરપાલિકાઓમાં જેમને સ્થાન મળ્યું અને કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોવા છતાં સ્થાનિક રાજકારણનો ભષ્ટ્રાચાર રૂપી અજગર ભરડો લોકોની સુખ સુવિધાને સલામતીને યાતનાઓ તરફ ધકેલી રહ્યો છે.

વિશેષમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જિલ્લા વિકાસના તમામ વિભાગોમાં સંકલનનો અભાવ પણ હાનિકારક સાબિત થઇ રહ્યો છે. હવે વાત રહી બીજા વિસ્તારોની તો ગણવા બેસી તો નાના એવા મોરબી શહેરમાં આંગળીના વેઢા ટૂંકા પડે જેમ કે આસ્વાદ પાન ચોક, જુના બસ સ્ટેન્ડ, એ ડીવીજનની સામેનો વિસ્તાર, વાવડી રોડ, શિક્ષણ અધિકારીની કચેરી સામેનો વિસ્તાર, લાઇન્સનગર, પંચાસર ચોકડીથી કામધેનુ સુધી, પંચાસર રોડ, સુપરમાર્કેટ, કેસરબાગ, મોરબી સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે વિસ્તારોમાં કોઈ સ્વછતા તો કોઈ સારા રોડ તો કોઈ સારી ગટરો માટે આજે પણ જજુમી રહ્યા છે અને નેતાઓ અને નગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ જે રીતે મોટા મોટા વચન અને વાયદાઓના આપતાં હોઈ છે તે પણ પોકળ સાબિત થાઈ છે ને હજુ પણ જો મોરબીવાસીઓની સુખાકારીનો અપાવી સકતા હોઈ તો ઈશ્વરનો ડર રાખી સ્વૈચ્છિક રાજીનામુ આપીને મોરબીની ભોળી પ્રજા પર એક ઉપકાર કરવો જોઈ તેવું મારું માનવું છે.

અંતમાં હજુ પણ સમય છે જો આ સ્થિતિને જોતા જો મોરબી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ જવાબદાર અધિકારી જવાબદાર હોદ્દેદારો સામાજિક સંસ્થાઓ પોલીસ વિભાગ અને દરેક મોરબી વાસી જો આ અભિયાનને સકારાત્મક વલણ સાથે અપનાવે તો ચોક્કસ પણે આપણું મોરબી સ્વચ્છ સલામત સુરક્ષિત બની શકે તેમાં શંકાને સ્થાન નથી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર