મોરબીની પ્રજાના પ્રશ્નો માટે નહીં પણ પોતાના પ્રશ્નો માટે મોરબી પાલિકા નું જનરલ બોર્ડ !!
અગાઉ 10 મહિનાના સમયગાળામાં એક વખત જનરલ બોર્ડ બોલાવાયું !! એ પણ પ્રજાના પ્રશ્ન માટે નહીં પણ કમિટીની રચના માટે!?
મોરબી: અગામી તારીખ 23 ના રોજ મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મીટીંગનું આયોજન કર્યું છે ઝુલતા પુલની દુર્ઘટના 130 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ દેખીતી લાપરવાહી મોરબી નગરપાલિકાની સામે આવી હતી. ગુજરાત હાઇકોર્ટની સુઓમોટો રીટ બાદ ભીસમાં આવેલી ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાને શા માટે વિસર્જન ના કરવી તે બાબતની કારણદર્શક નોટિસ આપ્યા બાદ જનરલ બોર્ડની મીટીંગ બોલાવવાની ફરજ પડી હોવાનું માનવામાં આવે છે.
સુધરાઈ સભ્યોની નવી રચના બાદ અગાઉ એક વખત જનરલ બોર્ડ બોલાવાયું હતું જેમાં કમિટીઓની રચના કરાઈ હતી જ્યારે પ્રજાલક્ષી પ્રશ્નો હાસ્યમાં ધકેલાઈ ગયા હતા ગુજરાત હાઇકોર્ટમાં ઝુલતા પુલ દુર્ઘટના અંગે ચાલતી સુનવણીમાં ગુજરાત સરકારે પોતાનો પક્ષ રજુ કરી મોરબી પાલિકાની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ કરવાની બાંહેધારી આપી હતી દરમિયાન એક દિવસ પહેલા સરકારના શહેરી વિકાસ મંત્રાલયે મોરબી નગરપાલિકા પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારી શા માટે પાલીકા ને સુપરસીડ નાં કરવી એ અંગે પક્ષ માંગ્યો છે જેની સમય મર્યાદા આગામી 25 તારીખ હોય હવે મોરબીપાલિકાએ જનરલ બોર્ડ મીટીંગ બોલાવવાની ફરજ પડી છે જે અગામી તારીખ 23 ના બોલાવાય છે.
સામાન્ય રીતે ત્રણ મહિને એક વખત જનરલ બોર્ડ મળતું હોય છે જેમાં પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી તેના નિરાકરણ માટે ચર્ચા થતી હોય છે પરંતુ મોરબી પાલિકામાં છેલ્લા દસ માસમાં એક જ વખત જનરલ બોર્ડ બોલાવાયું છે અને તેમાં પણ કમિટીની રચના કરાઈ હતી પ્રજાના પ્રશ્નો કોરાણે મુકાયા છે ત્યારે પાલિકાના પ્રમુખ કે ચૂંટાયેલા સુધરાઈ સભ્યો પ્રજાને કેટલા વફાદાર છે કે પોતાના અંગત રાજકીય હિતો માટે મુખ્ય કામોને કેટલા નજર અંદાજ કરે છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે છે પ્રજાના પ્રશ્નોને બહાલી આપવામાં આવે છે કે પછી મોરબી નગરપાલિકાને સુપરસીડ થતી બચાવવાના મરણીયા પ્રયાસો કરવામાં આવે છે તે આવનાર દિવસોમાં ખબર પડશે.