નર્સરી અને કે.જી.ના બાળકોએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
મોરબી: મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટ સામે સરદાર પટેલ સોસાયટીના પોશ વિસ્તારમાં આવેલી 5 માળ ધરાવતી 18 ક્લાસ AC projector CC TV camera 4 ફૂટ play area flor wise washroom sink wifi અન 4000 ફૂટનો પ્લે એરિઆ ધરાવતી બ્લોસમ ઈન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો.
જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા,દેવાભાઈ અવાડિયા ચેરમેન નગરપાલિકા, ચુનિભાઈ પરમાર સદસ્ય વોર્ડ નંબર-૧૨ અને ચેરમેન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી તેમજ અનેક વાલીઓની ઉપસ્થિતમાં નાના નાના ભુલકાઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં ગ્રામ્ય જીવન અને શહેરી જીવનની સંસ્કૃતિ આજની ભાગદોડ વાળી માનવ જિંદગીને ઉજાગર કરતો ડ્રાંમાં તેમજ હોટેલ,લગ્ન પ્રસંગ અને પાર્ટીઓમાં લોકો દ્વારા ભોજનનો, અન્નનો કરવામાં આવતો બેસુમાર બગાડની કૃતિ દ્વારા નાના ભૂલકાઓએ ખેડૂતના ખૂન પસીનાથી ઉતપન્ન થતા અન્નનો બગાડ ન કરવાનો મેસેજ આપ્યો હતો,આ બંને કૃતિઓ ખુબજ આકર્ષિત રહી,આ ઉપરાંત બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મન મોહી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોર્મન્સ રજૂ કરનાર બાળકોને પ્રથમ,દ્વિતિય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બ્લોસમ સ્કૂલના તમામ સ્ટાફ તેમજ રાજેશભાઈ ભીમાણી સંચાલક તેમજ નિમિષાબેન ભીમાણી કોર્પોરેટર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
હળવદ તાલુકાના માથક ગામે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા (ઉ.વ.૪૮) એ પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળાટુપો ખાઈ જતાં નીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ. ૬૬૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક...