મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી મહેન્દ્રનગર ચોકડી પુજારા મોબાઇલ પાસેથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડેલ છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી- ૨૦૨૨માં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર ગેરકાયેદસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ તેમજ એન.ડી.પી.એસ., હથિયારધારા, જાલીનોટ, પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક મોરબી નાઓને ડ્રાઇવ અંગે વધુને વધુ કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબી નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફ સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે આરોપી જતીનભાઇ છગનભાઇ માકાસણા ઉવ-૨૭ રહે. મહેન્દ્રનગર ધર્મનગર સોસાયટી હનુમાનજી વાળી શેરી તા.જી. મોરબી વાળાને દેશી હાથબનાવટ ની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ-૨ કિ.રૂ.૨૦૦/ મળી કુલ કિ.રૂ.૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.