મોરબી: મોરબી તાલુકાની કન્યા શાળા અનેકવિધ સહ અભ્યાસિક પ્રવુતિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે કરે છે,તેમજ સાથે સાથે જુદી જૂદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષા, NMMS, PSE જેવી પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ આપવામાં અગ્રેસર હોય છે.
ત્યારે આ વર્ષ ૨૦૨૨/૨૩માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ PSE શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ થતા માધાપરવાડી કન્યા શાળાની સફળતામાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે. ધોરણ 6 ના વર્ગશિક્ષક અને ભાષાના શિક્ષક દયાળજીભાઈ બાવરવા ગણિત-વિજ્ઞાનના શિક્ષક ચાંદનીબેન સાંણજા અને નિલમબેન ચૌહાણ, ભાષાના શિક્ષક જયેશભાઈ અગ્રાવતે વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે ઉતીર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.અને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ જીવનમાં ખુબ આગળ વધે તેમજ સફળતાના શિખરો સર કરે શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવેલ હતી કુલ 200 માર્કમાંથી ઉત્તમ ગુણ સાથે પાસ થઇ ગૌરવ વધારનાર વિદ્યાર્થીનીઓ પરમાર વંદના હંસરાજભાઈ -173 માર્ક, પરમાર હેન્સી દિલીપભાઈ-165 માર્ક, ડાભી પ્રવીણા નરભેરમભાઈ – 147 માર્ક , ચાવડા સંજના કમલેશભાઈ – 138 માર્ક , ચાવડા નિશા રમેશભાઈ – 135 માર્કપ, રમાર અંજના મનહરભાઈ -131 માર્ક, પરમાર નિધિ કિશોરભાઈ – 121 માર્કપ, પરમાર ધર્મિષ્ઠા ગોવિંદભાઈ – 111 માર્ક, પરમાર અર્પિતા ચીમનભાઈ – 102 માર્ક.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...