મોરબી: મોરબી જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ તેમજ દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ પુરસ્કૃત નેશનલ મેન્ટલ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ માધાપરવાડી શાળા ખાતે યોજાઈ ગયો જેમાં હાલ સમયમાં ટીવી મોબાઈલ વોટ્સએપ અને ઈન્ટરનેટના યુગમાં માણસ સતત ઓનલાઈન રહેતો હોય પરિવારની પાસે હોય છે પણ સાથે નથી હોતો લોકોની રાત-દિવસ પૈસાની દોડમાં પોતાના પરિવાર અને બાળકોને સમય નથી આપતા ત્યારે માણસ તણાવગ્રસ્ત જીવન જીવે છે એકલવાયું જીવન જીવતો હોવાના કારણે અનેક માનસિક રોગોનો શિકાર બને છે,અનિદ્રા, ચિંતા, ટેન્શન અને ફસ્ટ્રેશન,ઉદાસી, મેનિયા, સ્કીઝો ફેનિયા જેવી સમસ્યાઓના કારણે લોકો આત્મહત્યા તરફ વળે છે વ્યસનનો શિકાર બને છે, ત્યારે એક વીસમી સદી એક વસમી સદી બની ન જાય એટલે માધાપરવાડી શાળાની વિદ્યાર્થીનીઓએ માનસિક રોગ કેવી રીતે થાય છે? કેમ થાય છે? એની કેવી કેવી ઘાતક અસરો થાય છે? માનસિક રોગોથી બચવાના ઉપાયો વગેરે વિશે વકતૃત્વ,નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાનું નોખું અનોખું અને વિશિષ્ટ આયોજન કર્યું હતું.
બંને શાળાના બાળકોએ ત્રણેય સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, વકતૃત્વ સ્પર્ધામાં ત્રણ નંબર પ્રાપ્ત કરનાર હેન્સી દિલીપભાઈ, કંઝારીયા નેહલ ભાવેશભાઈ, કંઝારીયા સરસ્વતી રમેશભાઈ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર હારા નીતિનભાઈ પરમાર દ્વિતીય નંબર મીરા દિનેશભાઈ પરમાર તૃતીય નંબર હેમાંસી સારલા તેમજ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સગુણા શાંતિલાલ પરમાર, દ્વિતીય નંબર ધ્રુવિતા મહેશભાઈ ડાભી તૃતીય નંબર કંઝારીયા સેજલ મકનભાઈ વગેરેને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ભાગ લેનાર તમામ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા. શિલ્ડ પ્રમાણપત્ર સ્ટેશનરીની વ્યવસ્થા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી તરફથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ધનજીભાઈ બાવરવા અને બી.ડી.ગામી દિવ્ય જ્યોતિ મંડળના કાર્યકર્તાઓ તેમજ શાળા ના શિક્ષકો દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, જયેશભાઈ અગ્રાવત વગેરે શિક્ષકોએ નિર્ણાયક તરીકે તેમજ વ્યવસ્થાપક તરીકે ખુબજ જહેમત ઉઠાવી હતી.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...