મોરબી તાલુકાની સોખડા પ્રા શાળા દ્વારા બાળકોમાં વાંચન કૌશલ્યનો સંચાર થાય અને તત્પરતા વધે એવા શુભાશય થી Read Alone app. વિદ્યાર્થીના મોબાઈલ પર ડાઉનલોડ કરાવી નવો concept હાથ ધરવામાં આવ્યો હતો.
જેમાં એક દિવસમાં 10000 સ્ટાર હાન્સિલ કરનાર ત્રણ વિદ્યાર્થી વિજય, પાર્થ, વનરાજ નામના વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વર્તમાન સમયમાં બાળકો મોબાઈલમાં શિક્ષણ ને લગતી જ્ઞાનવર્ધક ગેમ રમે તેવા શુભશય માટે આચાર્ય બિંદિયાબેન,રમેશભાઈ કાલરીયા પ્રદીપભાઈ કુવાડિયા,દિવ્યેશભાઈ તથા આશાબેન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...
મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ,...