મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપી ફરાર
મોરબી: મોરબી નવલખી રોડ જલારામ સોસાયટી નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૃનો જથ્થો ઝડપાયો જ્યારે આરોપી બંને શખ્સો સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ જલારામ સોસાયટી નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં રૂ.૨૭૨૦ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જપ્ત કરેલ છે. જયારે આરોપી મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઈ સુમરા રહે. નવલખી રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી પાછળ મોરબી તથા સાગર કાંતીભાઇ પલાણ લોહાણા રહે. નવલખી રોડ જલારામ સોસાયટી મોરબી વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.