Monday, April 29, 2024

મોરબીમાં અલગ-અલગ જગ્યાએથી બે બાઈકની ઉઠાંતરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ અંદર પાર્કીંગમાથી અને સુપરમાર્કેટના પાર્કીંગમાથી બે બાઈકની ચોરી કરી આરોપી નાસી ગયા હતા. અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી.

મળતી માહિતી મુજબ કેશવજીભાઇ દેવકરણભાઈ અઘારા (ઉ.વ.૪૦) રહે. ઉમા રેસીડેન્સી દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં આનંદનગર પાછળ દલવાડી સર્કલ પાસે મોરબી વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૧-૨૦૨૨ ના રાત્રીના બારેક વાગ્યાથી તા.૨૪-૧૧-૨૦૨૨ ના રાત્રીના અઢી વાગ્યા દરમિયાન અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-CH-6498 મોડલ સને-૨૦૦૮ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયેલ હોય જેથી કેશવજીભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે અન્ય ચોરીના બનાવ અંગે જયંતિભાઈ કેશવજીભાઇ વાઘડીયા (ઉ.વ.૫૬) રહે. લક્ષ્મીનગર તા.જી. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-ES-2893 મોડલ સને-૨૦૧૨ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાની જયંતિભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બાઈક ચોરીના બનાવ અંગેની બંને ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર