મોરબીમાં આગામી 6 માર્ચના રોજ “આયુર્વેદ કથા”નું આયોજન
મોરબી: આગામી તારીખ ૦૬/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ બપોરે ૨.૦૦ થી ૫.૩૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા મોરબી ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે.
મોરબીમાં પૈસાની રેલમછેલ છે, છતાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાતી નથી. આપણાં તથા આપણાં કુટુંબના આરોગ્ય માટે આપણે સજાગ થવાની ખાસ જરૂર છે. એ માટે આ કથાનો લાભ અવશ્ય લેશો. મોરબીના આંગણે આ સૌપ્રથમ કથા છે. તેથી મોરબી શહેર તથા આજુબાજુના ગામોની જનતા આ જાહેર કાર્યક્રમનો વધુમાં વધું લાભ લે તેવી અપેક્ષા રાખેલ છે.
વધુમાં સ્કૂલ સંચાલકો તેમની કોલેજના વિદ્યાર્થીઓને કથામાં લાવી નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપે તેવી અપેક્ષા છે. તેમજ દરેક ઘરનું સંચાલન બહેનોના હાથમાં હોય છે. આથી તેમના કુટુંબના સભ્યોની સુરક્ષા અર્થે વધુમાં વધુ બહેનો હાજરી આપે તેવી આશા જતાવી છે.
અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજા (ભાવનગર)માં દરરોજના ૨૫૦ થી ૩૦૦ દર્દીઓ આવે છે અને વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ સારવારથી હજારો લોકોનાં સ્વાસ્થ્યમાં અકલ્પનીય પરિણામ મળે છે. ગુજરાતનાં આવા ખ્યાતનામ વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આ “આયુર્વેદ કથા”માં હૃદય રોગ, બી.પી., ડાયાબીટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, પેરાલીસીસ, કિડનીના રોગ, લિવરના રોગ, બાળરોગો, કોરોના સારવાર, મ્યુકર(ફંગશ), વા, સાંધાના દુઃખાવા, શ્વાસની તકલીફ, ચામડીના રોગો એલર્જી તેમજ કેન્સરની સારવાર અને વજન ઘટાડવા માટેની સારવારની અગત્યની માહિતી આપશે જે તમારા અને તમારા પરિવાર માટે ઉપયોગી બનશે.
નોંધ : ૧. બપોરે ૨:૦૦ કલાકે અચૂક સ્થાન લઇ લેવું. ૨. નોટ અને પેન સાથે લાવવી. ૩. મોબાઇલ ફોન સાયલન્ટ રાખવો