મોરબીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણે આરોપી ફરાર
મોરબી: મોરબીમા પોલીસે રેઇડ દરમિયાન ઈંગ્લીશ દારૂની ચાર બોટલ ઝડપી પાડી હતી. જયારે ત્રણે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ હનુમાનજીના મંદિર નજીકથી આરોપી સાહીલ મહંમદભાઇ લધાણી રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી ભારતપાન વાળી શેરી તા. જી. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા સફેદ કલરનુ એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AB-9631 વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩ કિં રૂ.૧૧૨૫ તથા મોટરસાયકલ કિં રૂ.૩૫,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૩૮,૧૨૫ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રેઇડ દરમ્યાન જપ્ત કરેલ છે જ્યારે આરોપી સાહીલ મહંમદભાઇ લધાણી રહે. વાવડી રોડ લોમજીવન સોસાયટી ભારતપાન વાળી શેરી તા. જી. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
બીજી પોલીસ રેઇડ દરમ્યાન આરોપી કીશન નટવરલાલ કુબાવતના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૫૨૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે રેઇડ દરમિયાન આરોપી પથુભા દીલુભા ઝાલા રહે. મહારાણા પ્રતાપ સોસાયટી મોરબી -૨ તથા કીશન નટવરલાલ કુબાવત રહે. મોરબી વિજય ટોકીઝની બાજુમાં ખાખીની જગ્યામાં તા.જી. મોરબી વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.