મોરબીમાં એક શખ્સે ઘરે જઈ ગાળો આપી યુવકને જાનથી મારી નાંખવાની આપી ધમકી
મોરબી: મોરબીમાં પત્નીએ છુટાછેડા આપી બીજા લગ્ન કરી લીધા હોય જેનો ખાર રાખી એક શખ્સે ઘરે જઈ યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર, આઈ.ટી.આઈ.ની સામે સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા કુલદીપભાઈ પરષોત્તમભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)એ આરોપી મહેશભાઇ તુલસીભાઈ પરમાર રહે.પ્રેમજીનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૧૨-૨૦૨૨ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં તથા તથા તા.૩૦-૧૨-૨૦૨૨ ના રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં આરોપી સાથે સાહેદ ભારતીબેને છુટાછેડા લઈ ફરીયાદી સાથે બીજા લગ્ન કરેલ હોય જેઆરોપીને નહી ગમતા ફરીયાદી સાથે ઝઘડો કરવાના ઈરાદે તેઓના ઘરમા પ્રવેશ કરી ફરીયાદી તથા સાહેદ ભારતીબેનને ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ અગાઉ પણ તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ રાતના સમયે કુહાડો લઈ ફરીયાદના ઘરે જઈ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર કુલદીપભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.