મોરબીના નગરદરવાજા ચોક પાસે આવેલ શાકમાર્કેટની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં રવિવારની મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગને કારણે દુકાનમાં પડેલો તમામ માલસામાંન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર બ્રિગેડને પણ આગ બુઝાવવા ખૂબ જહેમત ઉઠાવી પડી હતી અંદાજીત 5 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. આગ ક્યાં કારણ લાગી તે સ્પષ્ટ થયું ન હતું.
મોરબી શાકમાર્કેટ પાસે આવેલ ડીપી કિરાણા સ્ટોરમાં મોડીરાત્રે આચનક આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં આગે ત્રણ માળની કરિયાણાની દુકાન આગની ભીષણ જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી. થોડીવારમાં જ આ દુકાન ભડભડ સળગવા લાગી હતી. જોકે આ દુકાનમાં લાગેલી આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ફાયર બીગ્રેડની સતત આકરી જહેમતના અંતે છેક પાંચ કલાકે માંડ આગ કાબુમાં આવી હતી. આ આજ્ઞા કારણે લાખો રૂપિયાની નુકશાન થયાનો અંદાજ છે. આ દુકાનમાં આગ ગતરાત્રે 11:45 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ સવારે 4:30 વાગ્યે કાબુમાં આવી હતી.
