મોરબીમાં કાકીના બાળકોની ખબર પુછવા ગયેલ ભત્રીજાને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી વીસીપરા અમરેલી રોડ ગુલાબનગરમા કાકી ઘરછોડી જતી રહેતા તેના બાળકોની ખબર પુછવા ગયેલ ભત્રીજાને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રણછોડનગર કિસ્મત ચક્કીની સામેની શેરીમાં રહેતા જીવણભાઈ રમેશભાઈ સુનરા (ઉ.વ.૨૨) એ આરોપીઓ વિઠ્ઠલભાઇ બચુભાઇ સનુરા, અજય ઉર્ફે વિક્રમ વિઠ્ઠલભાઇ સનુરા, દેવજી વિઠ્ઠલભાઇ સનુરા, રહે. ત્રણેય મોરબી વીસીપરા અમરેલી રોડ ગુલાબનગર, કાળુભાઇ પોપટભાઇ ડાભી રહે. ઇન્દીરાનગર શિવમ હોસ્પીટલ પાછળ મોરબી-૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના કાકી ઘરછોડી જતા રહેતા તેના બાળકોની ખબર પુછવા ફરીયાદી તથા તેના પિતા રમેશભાઇ બચુભાઇ ઉવ.૪૮ તથા મોટાભાઇ નવઘણભાઇ ઉવ.૨૩ ના જતા જે બાબત આરોપીઓ એ કહેલ કે આજદીન સુધી કોઇ જાતનો વહેવાર નથી તો શા માટે સારૂ લગાડવા આવેલ છો તેમ કહી ગાળો બોલી આરોપી વિઠ્ઠલભાઈ અને વિક્રમએ પાઇપો વડે માથામાં તથા હાથમાં માર મારી ઇજાઓ કરી તેમજ આરોપી દેવજીએ સાહેદ નવઘણભાઇને લાકડી વડે માથામાં ઇજા કરી જાનથી માર નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર જીવણભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
