મોરબી: મોરબીના ભડીયાદ રોડ હરીઓમ સોસાયટીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ પરણિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વનિતાબેન જીતેન્દ્રભાઇ વિરાણી ઉ.વ.૩૫ રહે.ભડીયાદ રોડ હરીઓમ સોસાયટી મોરબી-૨ વાળા ગત તા.૦૯-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ કારણો સર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
