મોરબીના ગૂંગણ ગામની સીમમાં મચ્છુ નદીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુંગણ ગામની સીમમાં આવેલ મચ્છુ નદીના પાણીમા મહેશ સુરેલા નામના 25 વર્ષીય યુવકનું અકસ્માતે ડૂબી જવાથી મોત થયું છે. આ અંગેની જાણ તેના સગા વિક્રમ સુરેલાને થતા તેમણે પોલીસને જાણ કરી હતી. યુવકના અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે પોલીસ નોધ કરી વધુ તપાસ શરુ કરી છે.
