મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ચેટીચાંદ નિમિત્તે તારીખ 2 /4 /2022 ના રોજ સિંધુભવન સ્ટેશન રોડ ખાતે જુલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 8 કલાકે ધ્વજારોહણ 11:00 આરતી 12:30 કલાકે મહાપ્રસાદ સાંજે 04:30 એ શોભાયાત્રા અને રાત્રે 7:30 એ નેહરુ નગર ગેટ પાસે સંધ્યા આરતી સહિતના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે તો આ તકે સર્વે સિંધી સમાજના ભાઈઓને બહોળી સંખ્યામાં ચેટીચાંદના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝુલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...