Friday, June 20, 2025

મોરબીમાં જુદી જુદી જગ્યાએથી ત્રણ બાઈક ઉઠાંતરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ બાઈક અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ અને બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લુહાણાપરા શેરી નં -૧મા રહેતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૬-૨૦૨૧ ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો મોટોકોર્પ લીમીટેડ કંપનીનું સ્પલેન્ડર એન.એક્ષ.જી. આઈસ્માર્ટ મોટર સાયકલ રજીસ્ટર નં.GJ-03-HQ-4092 વાળુ સને ૨૦૧૫ નુ મોડલનુ સિલ્વર ગ્રે કલરનુ કિ.રૂ.૨૦૦૦૦/- વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર રફિકભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરીયાદ મોરબીના આલાપ રોડ ઉપર ખોડિયાર પાર્ક શેરી નં -૦૨ માં રહેતા નીતેશભાઈ વશરામભાઇ રૂપાલાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૦૧-૨૦૨૨ ના રોજ સવારના સાડા નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં.જીજે -૦૩ -સીબી-૦૪૩૯ વાળુ સને ૨૦૦૮ નુ મોડલ બ્લેક કલર વાળુ કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખોડીયાર બેરીંગ નામની દુકાન નજીક પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હવાની નિતેશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ ત્રીજી ફરીયાદ મોરબીના વીશીપરા ફુલીનગર -૦૧ માં રહેતા ઇમરાનભાઈ અનવરભાઈ મિરજા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૨-૨૦૨૧ ના રોજ બપોરના બે વાગ્યાના સમયે ફરીયાદીનુ હીરો હીરો હોંડા સ્પ્લેંડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ.03.CG.4201 વાળુ જેની કિ.રૂ. ૨૫,૦૦૦/ – વાળુ પાડા પુલ નિચે રવીવારમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની ઇમરાનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર